Twitxy Saved

CMO Gujarat

Verified account This account is verified because it is a government or multilateral organization account. Learn more

@CMOGuj

Official account of the Chief Minister's Office, Government of Gujarat
Gandhinagar, India cmogujarat.gov.in Joined August 2016
301 Following 1.3M Followers 28K Posts

Latest posts 5

CMO Gujarat Verified account @CMOGuj
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વોકલ ફોર લોકલ' વિઝનને સાકાર કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના હુનરમંદ કારીગરોને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે આવો, આપણે સૌ સ્થાનિક ચીજવસ્તુઓ અપનાવીને તેમના કસબને બિરદાવીએ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપીએ.
1:40
0 replies 9 reposts 30 likes 3.2K views View on X
CMO Gujarat Verified account @CMOGuj
સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુખ-શાંતિ-સમૃદ્ધિનો દીપક પ્રગટાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
0:39
26 replies 21 reposts 42 likes 5.1K views View on X
CMO Gujarat Verified account @CMOGuj
શુભ દીપાવલી..!

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે 'પ્રગતિના પંચામૃત' અભિગમ થકી વિકાસ અને જનકલ્યાણનો દીપ પ્રગટાવ્યો છે.

આવો, દીપાવલી મહાપર્વને સ્વદેશીના સ્વીકાર, સ્વાવલંબનના સંકલ્પ અને સૌના સાથથી સમૃદ્ધિનો ઉત્સવ બનાવીએ.
16 replies 22 reposts 77 likes 3.5K views View on X
CMO Gujarat Verified account @CMOGuj
રાજ્યના સૌ નાગરિકોને પ્રકાશના પર્વ દિપાવલીની હાર્દિક શુભકામનાઓ..!

તેજ અને ઊર્જાના પ્રતિક સમાન આજના આ દીપોત્સવી પર્વે સુખ-શાંતિ-સમૃદ્ધિ તથા સામાજિક સમરસતાની જ્યોત પ્રગટાવીએ.
57 replies 55 reposts 205 likes 13K views View on X
CMO Gujarat Verified account @CMOGuj
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે દિવાળી પર્વ પૂર્વે અમદાવાદમાં યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાયદો વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા સહિત સંવેદનશીલ બાબતોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્યના ગૃહ વિભાગ તથા વિવિધ સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ સુરક્ષા વ્યવસ્થા સંબંધિત વિવિધ મુદ્દાઓ બાબતે વિગતવાર જાણકારી પૂરી પાડી હતી.

માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ બેઠક દરમિયાન કાયદો વ્યવસ્થા, સાયબર ક્રાઇમ, પોલીસ મોર્ડનાઈઝેશન, બોર્ડર અને કોસ્ટલ સિક્યોરિટી, માદક પદાર્થ નિયંત્રણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સિક બાબતો, આતંકવાદ નિયંત્રણ, આંતર રાજ્ય સહયોગ, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, CAA, વસ્તી ગણતરી, અગ્નિવીર યોજના, જેલ અને સ્પેશિયલ કોર્ટ વિષયક બાબતો અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરીને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ 2029 સુધીમાં નશામુ્કત ભારતનો ધ્યેય સાકાર કરવા રાજ્યમાં નાર્કોટિક્સ ડ્રગ્સ તથા નશીલા પદાર્થોના નિયંત્રણ માટે કડક હાથે કામ લેવા અને એક્શન પ્લાન બનાવવા, 1933 કંટ્રોલ રૂમના વિસ્તાર અંગે, દરેક એજન્સીઓ, સઘન ડ્રાઇવ ચલાવવા સહિતના વિવિધ આયામો સાથે વ્યાપક સામાજિક જાગૃતિની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.