Twitxy Saved

Gujarat University

Verified account This account is verified. Learn more

@gujuni1949

Official Twitter Account of #GujaratUniversity
The Gujarat University is a public state university located at Ahmedabad, Gujarat, India.
Ahmadabad City, India gujaratuniversity.ac.in Joined August 2016
66 Following 16K Followers 2.2K Posts

Latest posts 5

Gujarat University Verified account @gujuni1949
જ્ઞાન, ગૌરવ અને બલિદાનના પ્રતીક: ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે વિશેષ પુષ્પાંજલિ તથા ગ્રંથપ્રદર્શનનું આયોજન!
​ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ - જનજાતીય ગૌરવ દિવસ અવસરે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અને તેમના જીવન-કવન પર આધારિત પુસ્તકોનું વિશેષ પ્રદર્શન યોજવાનો અવસર પ્રાપ્ત થયો.
​આ ગરિમાપૂર્ણ અવસરે માનનીય કુલપતિશ્રી પ્રો. ડૉ. પૃથુલ દેસાઈ સાહેબ, માનનીય કા. કુલસચિવશ્રી ડો. પી. એમ. પટેલ સાહેબ , યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, અધ્યાપકોશ્રી વહીવટી કર્મચારીગણ તેમજ ગ્રંથાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિશેષ ઉપસ્થિત રહી ભગવાન બિરસા મુંડાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
​આવા આયોજનો આપણી યુવા પેઢીમાં રાષ્ટ્રભાવના, ઇતિહાસની ચેતના અને આદિવાસી સંસ્કૃતિના ગૌરવશાળી વારસાને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
​#BirsaMunda #TribalPrideDay #GujaratUniversity #GULibrary #Ahmedabad #Inspiration
Gujarat University Verified account @gujuni1949
નૂતન વર્ષાભિનંદન!

નવા વર્ષનો પ્રારંભ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને સફળતાના નવા અવસર લઈને આવે તેવી હાર્દિક શુભકામનાઓ.

નવું વર્ષ નવી આશાઓ, નવા સંકલ્પો અને નવી સિદ્ધિઓનું પ્રતીક બને. આવો, જ્ઞાન, સંશોધન અને નવીનતાના માર્ગે આગળ વધીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.

ગુજરાત યુનિવર્સિટી પરિવાર તરફથી આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!

#નૂતનવર્ષાભિનંદન #GujaratiNewYear #GujaratUniversity #HappyNewYear #NewBeginnings
Gujarat University Verified account @gujuni1949
દીપાવલીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ! ✨🪔

પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નવી આશાઓનો ઉજાસ પાથરે. મા લક્ષ્મીની કૃપાથી આપ સૌનું જીવન આનંદ, આરોગ્ય અને સફળતાથી ઝળહળી ઊઠે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

ચાલો, જ્ઞાન, સંસ્કાર અને સકારાત્મકતાના પ્રકાશથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.

ગુજરાત યુનિવર્સિટી પરિવાર તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ! 🪔

#HappyDiwali #શુભદીપાવલી #GujaratUniversity #DiwaliCelebration #FestivalOfLights
Gujarat University Verified account @gujuni1949
ગુજરાત યુનિવર્સિટી ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી: દેશભક્તિના ગીતો, શોર્ટ ફિલ્મ અને પુસ્તક પ્રદર્શન યોજાયું
અમદાવાદ:
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે ૩૧ ઓક્ટોબર ૨૦૨૬, શનિવારના રોજ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના નવરંગપુરા સ્થિત અટલ-કલામ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે સાંજે ૦૪:૦૦ કલાકે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દેશભક્તિના મધુર ગીતોના ગાન સાથે થઈ હતી, જેણે સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધું હતું. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન પર આધારિત વિશેષ ગ્રંથો તેમજ વિવિધ વિષયોના પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ઉપરાંત, સરદાર પટેલના જીવન ચરિત્ર અને પ્રેરણાદાયી વિષયો પર આધારિત ટૂંકી ફિલ્મો (Short Films) નું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીના મુખ્ય આકર્ષણરૂપે, સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના 'રાષ્ટ્રીય એકતા દિવસ'ના મુખ્ય કાર્યક્રમનું ડીજીટલ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સૌએ ડીજીટલ માધ્યમથી સહભાગીતા નોંધાવી હતી. કાર્યક્રમના અંતે સૌએ દેશની અખંડિતતા, એકતા અને સુરક્ષા જાળવી રાખવાના દ્રઢ શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિશ્રી પ્રોફે. (ડૉ.) જગદીશ જોષી, કાર્યકારી કુલસચિવશ્રી ડો.પી.એમ.પટેલ , સિન્ડિકેટના સદસ્યશ્રી હિરેન જાદવ, રોલવાલા કોમ્પ્યુટર સેન્ટરના અધ્યક્ષશ્રી ડો. બી.એસ.અગ્રવાલ,આઈકયુએસીના અધ્યક્ષ ડો. સી. જી. બ્રહ્મભટ્ટ, સ્કૂલ ઓફ સાયકોલોજી ફિલોસોફી એન્ડ એજ્યુકેશનના અધ્યક્ષ ડો. દીલીપ ચારણ, અધ્યાપકોશ્રી યુનિવર્સિટીના એન.એસ.એસ. (NSS) ના સંયોજકશ્રી ડો.એન. પી. વર્મા અનુસ્નાતક ભવન અને વિભાગના અધ્યક્ષશ્રીઓ, અધ્યાપકગણ, યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ તથા વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એન.સી.સી. (NCC) ના કેડેટ્સ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Gujarat University Verified account @gujuni1949
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શત શત નમન.

સરદાર પટેલના અડગ સંકલ્પ, દૃઢ નેતૃત્વ અને અખંડ ભારતના સ્વપ્નથી પ્રેરણા લઈને, આવો આપણે સૌ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સાથે મળીને યોગદાન આપીએ.

સરદાર પટેલ જયંતિ | 31 ઑક્ટોબર
રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

ગુજરાત યુનિવર્સિટી

#RashtriyaEktaDiwas #NationalUnityDay #SardarPatelJayanti #SardarVallabhbhaiPatel #GujaratUniversity